રૂપ-અરૂપ

(58)
  • 4.9k
  • 3
  • 1.3k

રૂપ-અરૂપ (આ એક એવી નારીના મનની વાર્તા છે જે આયનામાં પોતાનું રૂપ જોઈ ભડકી જાય છે. આયનાથી દૂર હટી ઊંડી હતાશા અનુભવે છે. રંગરોગાનથી પોતાના કુદરતી સૌંદર્યને તે ખોઈ બેઠી હતી.જીવનના એવા પડાવ પર તે ઊભી હતી કે તેને સહજ થઈ જીવવું હતું .લોકોની નજરમાં સન્માન પામે અને જીવનના આનન્દને માણે ! એક દિવસ એ બ્યુટી પાર્લરમાં જઈ શો નિણઁય લે છે ) રૂપ -અરૂપ રૂપા વારંવાર ઘડિયાળ તરફ જોતી હતી,એણે બ્યૂટી પાર્લરમાં સાંજના છ વાગ્યાની એપોન્ટમે ન્ટ લીધી હતી . બહાર જતાં પહેલાં રૂપાએ આયનામાં જોયું . આ લધરવધર સ્ત્રી કોણ એના વાળ તો જો કાબરચીતરા સૂગ ચઢે તેવા છે. તેણે પોતાનું ભૂત જોયું હોય તેમ ભડકી ! નો નો કરતી તીણી ચીસ તેનાથી નીકળી ગઈ.