રહસ્ય:૧૫

(163)
  • 5.1k
  • 3
  • 2.3k

મેગ્નેટિક હાઇવે કલ્પેશ બોલ્યો. હા, મેગ્નેટિક હાઇવે, ત્યાં એક જગ્યા છે. ત્યાં તમારી કાર ઉભી રાખી તેનું ઈન્જેન બંધ કરી મુકો તો પણ આપ મેળે કાર ઉપર ચડવા લાગે છે. એવું તે કઈ હોતું હશે ગપ્પા મારવાની પણ હદ હોય પ્રિયા... તે એક માત્ર એવી જગ્યા નથી. તે સિવાય અમેરિકામાં લાસ વેગાસ,નેવાડામાં સ્થિત હોવર ડેમ જ્યાં તમે પાણીની બોટલથી પાણી નીચે તરફ જવા દો તો પણ ઉપર આવે, નીચે ફેંકવામાં આવતી દરેક વસ્તુ ઉપર ઉઠવાનું પ્રયત્ન કરે... પણ વૈજ્ઞાનિક એવું માને છે કે આવું ત્યાં ચાલવા વાળી હવાઓના કારણે થાય છે. ઠીક છે.... આપણે તે ડેમની વાત રહેવા દઈએ તો પણ, ધ મિસ્ટ્રી સ્પોટ એ ગુરુત્વાકર્ષણીય વિસંગતતા છે. જે કેલિફોર્નિયાના સાંતાક્રૂઝની બહાર રેડવૂડ જંગલોમાં સ્થિત છે. તે આશરે 150 ફુટ અથવા 46 મીટર વ્યાસનો ગોળાકાર વિસ્તાર છે. આ જગ્યાએ ન્યૂટનનો ગ્રુરુત્વાકર્ષણબળનો નિયમ કામ જ નથી કરતો. ત્યાં તમે આડા ઉભો તો પણ નીચે નથી પડતા. લોંખડના ગોળાને તમે ગતિથી ધક્કો મારો તો તે એક તરફ જ જશે. ત્યાં હોકાયંત્ર જેવા ઉપકરણો પણ કામ કરવાનું બંધ કરી દે છે. તે સિવાય ઘણા ઝરણાઓ જે નીચે જવાની જગ્યાએ ઉપરની તરફ જાય છે. કોઈ કોઈ જગ્યાએ તો નદીઓનો પ્રવાહ પણ વિરોધ દિશામાં હોય છે. હા, મેં પણ આ વિશે સાંભળ્યું છે. આઈ એગ્રી વિથ યુ... રાજદીપે કહ્યું. દુનિયાની તમામ જગ્યાએ ગુરુત્વાકર્ષણબળ ઓછા પ્રમાણમાં કામ નહી કરતો હોય, પણ અહીં તો બિલકુલ પણ ગુરુત્વાકર્ષણબળ નથી. આ તે બધી જગ્યાઓનો બાપ છે.