રોમાંચક સફર

(37.9k)
  • 4.7k
  • 10
  • 1.4k

સવાર ના દસ થવા આવ્યા. એલાર્મ જોર જોરથી વાગવા લાગ્યું છે. મમ્મી કીચન માં કંઈક બનાવી રહી છે. મમ્મી બુમ મારે છે.. ઓ લોર્ડ સાહેબ...કયારે ઉઠશે..તુ...ઉઠ ને બેટા કોઈ કામ નથી તને.... મમ્મી ઝડપથી  રૂમ માં આવે છે અને એલાર્મ બંઘ કરે છે. અને ઉઠાડે છે.. ઉઠ શુભમ્ ઉઠ ચાલ હવે દસ થવા આવ્યા છે. હં મમ્મી ઉઠુ છું...આંખ ચોળતા...ચોળતા.....!! "હે ભગવાન આનું શું થશે" ?? શુભમ્ ફ્રેશ થઈ નાસ્તો કરવા બેઠો.. ત્યાંજ શુભમ્ ના પપ્પા પણ ટીફીન લઈ ઓફીસે જવા નીકળ્યા.. થોડા અટકતાં બોલ્યા.. તુ આમ કયાં સુધી રખડપટ્ટી કરશે... હવે કમાવવા નું ચાલુ કર નઈ તો બધા તારા