[1] આમ જોવા જઈ એ તો દરેક ઘરમાં, શેરીમાં, મોહલ્લામાં, બગીચામાં, નાના ગરીબોના ઝૂંપડાંથી લઈને મોટા સાહેબોની ઓફિસમાં રહેતી હું, વળી ક્યારેક તમે મને ગરીબોના ઝૂંપડાની બાજુમાં પણ મને મારો ઠેલો નાખીને રોફ જમાવતી પણ દીઠી હોય તેવું પણ બને અને મૂળે તો હું સ્ત્રી જાતની એટલે સામાન્ય રીતે સ્ત્રી વેદનાઓ, મનોગત મંથન, દુઃખો, ભાવસંવેદનો, આનંદ એ બધી બાબતોની સાથે સાથ પુરાવતી મારા દેહમાથી સારી પેઠે સુવાસિત નહી પણ દુર્ગંધ ક્યારેક માનવીને આકર્ષિત કરે તો ક્યારેક માનવીને જાણે મે પથરાથી જાણે ઘા ઝીંકયો હોય એમ મારી સામે કટાક્ષથી