સિદ્ધાર્થની કલમથી - અંધારી રાતની એક વાત

(67)
  • 4k
  • 5
  • 1.1k

શહેરના છેવાડે એક વૃધ્ધ સવજીભાઇની ચ્હાની લારી હતી. દિવસના સમયે તે લારી તેમનો દિકરો ચલાવતો હતો, જ્યારે રાતના સમયે સવજીભાઇ લારી ચલાવતા હતા. એક ક્લી અંધારી રાતની વાત છે. સવજીભાઈ લારી પર ચ્હા બનાવતા હતા. આસપાસ દૂરદૂર સુધી કોઇ દેખાતું ન હતું. સવજીભાઇની લારી પર રાજેશ ખન્નાની ફિલ્મ અનુરોધનું ગીત રેડિયોમાં વાગી રહ્યું હતું આતે જાતે ખુબસુરત આવરા સડકો પેં, કભી કભી ઇત્ફાક સે, કિતને ઇન્જાન લોગ મિલજાતે હેં…… સવજીભાઇ પણ ગીત સાંભળતા સાંભળતા પોતાની મસ્તીમાં ચ્હા બનાવી રહ્યા હતા. રોજના સમય પ્રમાણે એક ટેક્સી વાળો યુવાન દિલીપભાઇ તેમની લારી પર આવ્યા. દિલીપભાઇ મોટા ભાગે રાતના સમયે જ ટેક્સી ચલાવતા