મોનિકા ૭

(113)
  • 10.1k
  • 3
  • 6.1k

મોનિકાને સારા દિવસો જાય છે એ વાત જાણી અવિનાશ ખુશીથી ઉછળી પડવાને બદલે છળી ગયો હતો. તેને આવી કોઇ કલ્પના જ ન હતી. હજુ તો લગ્નજીવન શરૂ થયું હતું. તે બે વર્ષ સુધી બાળક માટે વિચારવા માગતો ન હતો. મોનિકાએ તેને ઘણી વખત કહ્યું હતું કે આપણે બાળક જલદી લાવવું જોઇએ. મોનિકા પાસે પૂરતા કારણો હતા. પોતાની ઉંમર આમ તો વધુ ન હતી. પણ અવિનાશની ઉંમરને જોતાં બાળક લાવી દેવાની જરૂર હતી. અને બળવંતભાઇ પોતાનું ઘર નાના બાળકની કિલકારીથી ગુંજી ઊઠે એની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. રેવાન પણ એક વખત કહી ચૂક્યો હતો કે તે દિયર પછી કાકાનો હોદ્દો જલદી મેળવવા માગે છે. બધાની અપેક્ષાઓ સામે અવિનાશના પોતાના કારણો હતા.