અધુરા અરમાનો-૨૩

(33)
  • 2.6k
  • 3
  • 797

સૂરજ લાચારીથી આ જોઈ રહ્યો. એને આઘાત લાગ્યો. સ્વગત બબડ્યો: અરરર! મારા ખાતર થઈને એક જનનીની આવી દશા એક દીકરીની ખુશી ખાતર એમની આ વલે જે માતાએ દીકરીને જન્મ આપીને મમતાથી ઉછેરી, એ જ માતા આજે એ જ દીકરી સામે આમ લાચાર બની રડી રહી છે જે માતાએ હસાવીને હોંશે-હોંશે મોટી કરી એ જ દીકરી એ જ માતાને વિવશતાથી રડાવી રહી છે હે વિધાતા! તે આ જનનીના એવા તો કેવા લેખ લખ્યા કે આજે એમને આવી મજબૂરીના પનારે પડી જવું પડ્યું છે અને હુ પણ કેવો પાપી કે કોઈની આબરૂને, ઈજ્જતને, મમતાને ઠેંસ પહોંચાડવા અહીં આવી પડયો પળનીય પરવા કર્યા વિના એણે પગ ઉપાડ્યા.