બંસરી

(33)
  • 4.6k
  • 11
  • 807

      બંસરી ને વાતો કરવાની ખૂબ જ આદત હતી. તેનો પતિ આનંદ એકદમ શાંત સ્વભાવનો હતો પરંતુ બંસરી ને સતત કંઈકને કંઈક બોલવા જોઈએ. તેની વાતો માં એટલી મીઠાશ હતી કે તે શાંત માણસને પણ બોલતા કરી દેતી. આનંદનો લિસનિંગ પાવર સારો હતો અલબત્ત બંસરી સાથે રહીને કેળવી લીધો હતો.સવારે સાથે ચા પીતા પીતા બંસરી એટલી સરસ વાતો કરે કે ઘર ભર્યું ભર્યું લાગે. દિવસની શરૂઆત જ મોજથી થાય. ઘરમાં કામ કરવા આવતા બહેન સાથે બંસરી એટલી વાતો કરે કે થોડી વાર તો તે માલિકણ છે એ પણ ભૂલી જાય. એની પાસે વાતો કરવાના અવનવા વિષયો તૈયાર જ