ઊલટી ગંગા! (ઉત્તરાર્ધ)

  • 1.7k
  • 3
  • 421

’એમ તો વિદ્યાર્થીઓ જૂઠ્ઠું ના બોલે અમે તો વિદ્યાર્થી હતા ત્યારે ખૂબ જૂઠ્ઠું બોલતા હતા!’ બિલાડી પકડેલા ઉંદરને આરોગવા પહેલાં થોડોક રમાડે તેમ પેલો ટિકિટ ચેકર અમને રમાડી રહ્યો હતો અને તેની પાસેની ડાયરીમાં ઉપર કંઈક લખી રહ્યો હતો. અમને લાગ્યું કે તે પોતાની ફરજ અંગેની ડાયરી લખી રહ્યો હશે! પરંતુ, કોથળામાંથી બિલાડું નીકળ્યું.