યે દિલ તો ઢૂંઢતા હૈ ઈન્કાર કે બહાને !

(11)
  • 2.2k
  • 7
  • 561

    છેલ્લા બે કલાકથી વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ચારે તરફ ઠંડક પ્રસરી ગઈ હતી. સૂમસામ રસ્તાના રોડ પર પાર્ક કરેલી ગાડીની અંદરનું વાતાવરણ વધારે તંગ હતું. થોડીવાર પહેલા એકબીજાના આત્માને તૃપ્ત કરીને સંપૂર્ણ શરીર સુખ માણી ચૂકેલા પ્રણય અને શુભી બારીની બહાર વરસી રહેલા વરસાદને જોઈને પોતપોતાની રીતે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પ્રણયે શુભીના હાથ પર હાથ રાખીને એના ગુસ્સાને શાંત થવાનો સમય આપ્યો હતો. તેઓના પાંચ વર્ષના સંબંધમાં ગુસ્સો થવાનું પ્રણયને ભાગે જ આવતું હતું. સાત વર્ષમાં પ્રણયે ભાગ્યે જ શુભીને ગુસ્સે થતાં જોઈ હશે કયારેક પ્રણય એને પુછી પણ લેતો તને કયારેય ગુસ્સો નથી