સુમન , .... મેં વિચાર્યું હતું કે મારે તારી પાસે મારા બધા પ્રશ્નો ના જવાબ જોઈએ છીએ પણ.... હવે મારે ફરી એ જૂની ફ્રીન્ડશિપ યાદ કરી ને અત્યારે કે ફ્યુચર માં દુઃખી નથી થવું...... સો ત્રણ મહિના પહેલા બધું પૂરું કરી નાખ્યું છે તે, તો એ એમ જ રાખીએ...., ઇટ્સ ઓકે ,આપણે પણ કોમન ફ્રેન્ડ્સ ની જેમ ઓકેઝનલી મળી લઈશું, બર્થડે માં વોહટ્સએપ માં વિસ કરી લઈશું....આટલું બસ છે. પણ જો તું આજે એ ત્રણ મહિના પહેલા ની વાત ઉપર ચર્ચા કરીશ તો શાયદ એ કોમન રિલેશન પણ નહીં રહે આપણા. કિંજલ આટલું બોલી સુમન સામે જોતી રહી. ના , એવું નથી..... આપણે આજે જો એ વાત પર ચર્ચા કરી લઈએ તો શાયદ આપણા અત્યાર ના કોમન રિલેશન પેહલા જેવા પણ થઈ શકે ને. સુમન બોલી પડી.