તેલ બચાવો

  • 5.1k
  • 1
  • 1.1k

મિત્રો, આ હાસ્યકથા બહુ જૂની છે, છતાંય તમને મજા આવશે. આ હાસ્યકથા ૧૯૭૯માં એ વખતના ‘ચાંદની’ સામયિકમાં પ્રગટ થઈ હતી. ત્યારે તો પત્રો દ્વારા જ પ્રતિભાવ આપી શકાતો હતો. ઘણા વાચકોએ અમદાવાદના ‘ચાંદની’ કાર્યાલય પર પત્રો લખીને એમનો આનંદ દર્શાવ્યો હતો. આ હાસ્યકથા દ્વારા તમને હાસ્ય ઉપરાંત શું મળશે તમને જાણકારી મળશે કે આજથી પાંત્રીસ ચાલીસ વર્ષો પહેલાં દેશમાં રાજકીય અને સામાજિક વાતાવરણ કેવું હતું. મધ્યમ વર્ગની સ્થિતિ કેવી હતી. સામાન્ય નોકરિયાતની દશા અને માનસિકતા કેવી હતી. એનું શબ્દભંડોળ કેવું હતું. રાંધવા માટે પ્રાયમસ અને કેરોસીન કેટલાં જરૂરી હતાં. કાપડની થેલીઓ કેવી રીતે વપરાશમાં હતી. [આજકાલ પ્લાસ્ટિકની બેગ પર તવાઈ છે એટલે ફરીથી કપડાંની થેલીઓ યાદ આવે છે!] એ ઉપરાંત ઘણું ઘણું... -યશવંત ઠક્કર