સ્ટારડમ - 10

(47)
  • 4.8k
  • 3
  • 1.1k

નૈના છોડ એ બધું, આ જો,જોઈ ને તું ખુશ થઈ જઈશ. પાર્થ વાત ચેન્જ કરવા માટે ,એક મેગેઝીન નૈના ને આપતા બોલ્યો. નૈના એ તે મેગેઝીન જોયું , થોડું હસી અને મેગેઝીન ને બેડ ઉપર રાખી ઉભી થઇ ને બોલી , ચાલો હું ફ્રેશ થઈ આવું ,પછી ક્યાંક નાસ્તો કરવા જઈએ. નૈના , આર યુ સિરિયસ, આટલું નોર્મલ રિએક્શન , રાઇઝિંગ સ્ટાર મેગેઝીન માં ફ્રન્ટ પેજ માં તારો ફોટો છે , અને તું કાંઈ રિએક્શન પણ નથી આપતી. હું બોલી. નૈના ઉભી રહી મારા તરફ ફરી અને બોલી, મેઘા , આ વાત જૂની થઈ ગઈ, અને મને આ મેગેઝીન ની હેડલાઈન વાંચી ને જરા પણ ખુશી નથી થઈ, હા કાલે હું ખુશ હતી કારણકે વિકી દવે ને મારે એની જગ્યા દેખાડવી હતી.