એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 21

(111)
  • 7k
  • 7
  • 2.7k

યેસ, સુલેમાન સરકાર... બસ, હવે હું ત્યાં પહોંચી જ રહ્યો છું ! સંદાકાન પોર્ટ પર હવે પહોંચ્યા વગર ઉદ્ધાર નથી. એવો આળસ મરડીને મનોમન નિશ્વય તો વિક્રમે કરી લીધો, પરંતુ એ પહેલાં લતા કાન્તાની કદાચ છેલ્લી વાર મદદની જરૂર તો પડશે એ વિચારીને એનો ફોન જોડ્યો : ‘લતા, નાઉ આઈ નીડ યોર હેલ્પ, તારી મદદ જોઇશે...’ વિક્રમે એના શબ્દ-સ્વરમાં ભારોભાર સંકોચની લાગણી ઉમેરી. ‘વિક્રમ, મેં તો તને પહેલાં જ કહ્યું હતું : જે હેલ્પ જોઇએ સંકોચ વગર કહેજે. બોલ, શું હેલ્પ કરું ’ લતાને થયું, કદાચ વિચાર ફર્યો હોય તો વિક્રમ ઑનલાઇન ટિકિટ બુક કરવા કહેશે.