જાગીને જોઉં તો

  • 5.8k
  • 6
  • 1.9k

મેં ધીમેથી આંખ ખોલી. બે ચાર ઊંડા શ્વાસ ભર્યા. વહેલી સવારની તાજગી હતી. મને લાગ્યું મારા સ્થિર શરીરમાં કોઈ સંચાર થઇ રહ્યો છે. હળવેથી મેં આગળ કદમ માંડયાં. કોઈ દરવાજામાં મને બંધ કરવામાં આવેલી. મને મારાં વસ્ત્રો તંગ પડતાં હતાં. એક પ્રાણી પર મને સવાર કરવામાં આવી હતી. હું નીચે ઉતરી. દરવાજો હચમચાવ્યો. બહાર સુશોભિત સોનેરી જાળી હતી અને મોટું તાળું માર્યું હતું. એ પ્રાણી ચટાપટા વાળું વાઘ કે શ્વાન જેવું પણ બે માંથી એક પણ ન લાગતું. મેં બહાર હાથ લંબાવ્યો, ભારે કંકણ વચ્ચેનડ્યાં. મેં કડી ખોલી, ખુલી ગઈ. કોઈ પંપથી હવા ભરે એમ મારું શરીર મોટું થયું. હવે