પ્રેમ કોઇ વ્યકિતના શરીરને નહી પરંતુ આત્માને થાય છે.પ્રેમ વ્યકિતની ખુબીને નહી પરંતુ ખામીને થાય છે.પ્રેમ વ્યકિતની બાહય સુંદરતા નથી જોતો,પણ આંતરીક સુંદરતાને અનુભવે છે.પ્રેમ કરવો સહેલો છે.પરંતુ કોઇના પ્રેમને સમજો એટલો જ મુશ્કેલ છે.પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્કેલ છે.સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ.જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ.જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે.પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્વીકારનાર કોઇ એક જ હોય છે.પ્રેમનો સંબંધ એ લોહીના સં