ક્વોન્ટમ ફિઝીક્સ (ભાગ-૪)

  • 3.6k
  • 6
  • 1.1k

શું છે આ Quantum Physics? (ભાગ-૪) ઇ.સ.૧૯૨૭માં વર્નર હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિધ્ધાંત આપ્યો ત્યારે ભૌતિકવિજ્ઞાનનું જગત સૂક્ષ્મ કણોના અવલોકન અને તેના માપનને લગતી અનેક મૂંઝવણોમાંથી પસાર થઇ રહ્યું હતું. ક્વોન્ટમ ભૌતિકવિજ્ઞાનના ભીષ્મ પિતામહોમાંના એક એવાં ભેજાબાજ જર્મન વૈજ્ઞાનિક વર્નર હાઇઝનબર્ગનો મૂળ સિધ્ધાંત એક લીટીમાં આ મુજબ છે. કોઇપણ કણના વેગમાન અને સ્થાન એકસાથે માપી શકાય નહી. અહીં પ્રાયોગિક મર્યાદાઓની વાત નથી. થિયરીમાં પણ એ માપી શકાય નહી. કહો કે કુદરતમાં ‘વેગમાન અને સ્થાનને એકસાથે માપવું’ એ નામની કોઇ વસ્તુ અસ્તિત્વજ ધરાવતી નથી. આપણે જોઇ ગયાં કે, વેગમાન એ વેગ અને દળનો ગુણાકાર છે એટલે એમ પણ કહી શકાય કે કોઇપણ કણના