પઝલ

(33)
  • 3.9k
  • 7
  • 1.6k

સવાર સવારે શેની લમણાઝીક કરે છે સમીર તૈયાર થઈને ચા-નાસ્તા માટે ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠો.રેયોનનું ક્રીમ કલરનું સૂટ અને ટાઇમાં તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈ કોઈ પણ જાણી જાય કે એક સફળ બિઝનેસમેન છે. રેખા સમજી ગઈ કે સમીરને આજે બહાર જવાનું હશે! સૂરતમાં એણે દસ વર્ષ પહેલાં ઉધનામાં લૂમ્સ નાંખી હતી.આજે તો તરેહ તરેહની ફેશનેબલ સાડીનો તેનો પોતાનો શો -રૂમ હતો.પોતાની હોન્ડા સીવીક કાર હતી પણ એનો ઓફિસ જવાનો સમય બરોબર આઠ ને દસ મિનીટ એમાં મીનમેખ ફેર નહિ.ડ્રાઇવરને એક મિનીટ મોડું થાય તો પોતે જ કાર ડ્રાઇવ કરી લે. રેખાએ ટિફિન ટેબલ પર મૂક્યું એટલે સમીર ચિડાયો, શું છે આનું મારે નાસ્તો કરી નીકળી જવું છે. આ બે વર્ષ પહેલાનું રોડ પર ટિપાઈ ગયેલું ટિફિન છે. રેખાએ ભયભીત અવાજે કહ્યું. સમીરે ઊભા થઈ રસોડાનું પાછલું બારણું ખોલી ટિફિનનો બહાર ઘા કર્યો, લે બસ નાંખી દીધું,શું ઢંગઢડા વગરનીવાત કરે છે