હવે કાઈ જ સેફ નથી રહ્યું… માણસાઈ પણ અસુરક્ષિત છે અને માણસો પણ… દેશ હવે સુરક્ષિત નથી અને પ્રજા પણ… આતંકવાદે અહીં ઉપાડો લીધો છે, અને સરકાર અને સરકારી સુરક્ષા પ્રણાલી આખે આખી પૈસાની નોટોની લાલચે એમના તળવા ચાટ્યા કરે છે. સરકાર ગુલામ છે અને પ્રજા ગુલામીમાં જીવવા મજબુર કેદી જેવી લાચાર કાયનાત. ઇન્કમટેક્ષ અધિકારી રિસવત લઈને ટેક્ષ ચોરોને બચાવે છે, પોલીસ રિસવત લઈને ચોર અને ગુંડાઓને પોષે છે, એમનું આ પોષણ સામાન્ય પ્રજાને શોષે છે, દરેક સરકારી ક્ષેત્રે થતો ભ્રષ્ટાચાર માણસાઈના મૂળિયાઓને ધીમી ગતિએ કેન્સરની જેમ ખત્મ કરી રહ્યો છે. વર્તમાન સમયમાં સુરક્ષાના સાધનો જ અસુરક્ષાના સૌથી મોટા કારણો