ક્વોન્ટમ ફિઝીક્સ (ભાગ-૨)

  • 4.4k
  • 3
  • 1.5k

શું છે આ Quantum Physics? (ભાગ-૨) તમામ અલ્ટ્રામોર્ડન ફેસીલીટી વાળો એક શોપીંગ મોલ કલ્પી લો. ખૂબ મોટી સાઇઝનો આ મોલ છે. સમજો કે આખા ગાંધીનગર જેટલી મોટી સાઇઝનો એક વિરાટ શોપીંગ મોલ છે. તમે ફરતાં થાકી જાઓ તોય પુરો ના થાય એવડો મોટો. હવે કોઇ તમારી મેમરી ડીલીટ કરી તમેન એ મોલમાં મુકી દે છે. તમારી આંખો ખુલે છે ત્યારે તમે એક અતિસુંદર ભવ્યાતિભવ્ય મોલ જોઇ રહ્યાં છો. તમારા જેવાંજ બીજા દસેક હજાર માણસો એ વિશાળ મોલમાં હરી-ફરી રહ્યાં છે પણ કોઇ એ મોલની બહાર જઇ શકતું નથી. ખાણી-પીણીની એક એકથી ચડીયાતી વસ્તુઓ અહીં ઉપલબ્ધ છે.