અંધારી રાતના ઓછાયા-16

(58)
  • 5.5k
  • 4
  • 1.6k

પ્રભાતે સૂરજનુ પહેલુ કિરણ નજરે પડ્યુ પણ નહોતુ ને અંધકાર ભાગી ગયેલો. વહેલાં ઉઠી નિત્યક્રમ માટે જોડાઈ જનારાં લોકોની આછી ચહલ-પહલ હતી. દૂધ કઢાવ્યા પછી પોતાનાં વાછરડાં માટે ભાંભરી રહેલી ગાયો-ભેસોની લાંબી બાંગો કૂલદિપના ધરમાં ચા પી રહેલાં સુધા ઠક્કર, કુલદિપનાં મમ્મી-પપ્પા, સુધીર અને ખુદ કુલદિપને પણ સંભળાતી હતી. ક્યાંક આળસુ કૂકડાની કૂક પણ એમને કાને પડી જતી હતી. વહેલાં-વહેલા સુધાઠક્કરે કૂલદિપનાં મમ્મી-પપ્પાને જે વાત કરી, તેનાથી એમની બેચેની વધી ગયેલી. શુ ખરેખર આવુ બન્યુ હશે.. પોતાના દિકરાએ ખરેખર પ્રેત સામે બાથ ભીડી હશે.. ઓહ..મા..! પરોપકાર કરવા જતાં વારંવાર બહાર ધસી જતા પૂત્ર પર નિયંત્રણ નહી રાખે તો પોતે દિકરો ઘુમાવી નાખશે..! એવી ભીતિથી કુલદિપનાં મમ્મીનુ અંતર ભરાઈ આવ્યુ. પોતાના દિકરાને કિચનમાં બોલાવી એમને સંભળાવી દિધુ. બસ ધણો થયો પરોપકાર.. હવે મને પૂછ્યા વિના તારે ક્યાંય ડગ માંડવાનુ નથી. તારી પરોપકારી ભાવનાથી હું મારો દિકરો.! કુલદિપે મમ્મીના મોઢા પર હાથ દાબી દિધો. મમ્મીના ભાવભીના શબ્દો એના સીનામાં ઉતરી ગયા. મમ્મીનો ડર એ સમજી ગયો. મમ્મીને સમજાવવાનો પ્રયાસ એણે કર્યો. ઓહ.. મમ્મા..! હું જાણતો હતો...! તુ કંઈક આવુ કહીશ..! પરંતુ મારા જેવા ભોળાજીવનુ પ્રભુ હમેશાં રક્ષણ કરે છે. મને કંઈ નહી થાય મમા..! આ.. જો..! કુલદિપે પોતાના જમણા હાથની ઉંગલીમાં રહેલી મુદ્રા બતાવી.. આ મુદ્રા ધણી પવિત્ર છે.! એક મહાન તપસ્વી બાબા એ તે આપેલી. એ મારુ રક્ષણ કરે છે પગલી.. ! મા, દિકરાના જિદ્દી સ્વભાવને સારી પેઠે જાણતી હતી. તેથી એ કશુ ના બોલી. કુલદિપ પેલી મુદ્રાને પસવારતો સુધિર અને સુધા ઠક્કર જોડે આવ્યો. રાતની નિષ્ક્રિયતાથી આ મુદ્રા પર કુલદિપને ધણી ખીજ ચડી. સુધીર દિગ્મૂઢ હતો. પોતાના મિત્રએ પિશાચ સામે બાથ કેવી રીતે ભરેલી.. શુ કુલદિપ જાણતો હતો કે પિશાચ એને કશી ઈજા નહી કરે.. કે પછી કુલદિપ જોડે પિશાચને મહાત કરે એવી કોઈ ચમત્કારી શક્તિ તો નહી હોયને.. સુધીરને પોતાનો મિત્ર હવે ખૂબ રહસ્યમય લાગ્યો. કુલદિપ એની પડખે આવી બેઠો એટલે હિમ્મત કરી એને પૂછી નાખ્યુ. યાર મને એક વાત સમજાતી નથી આજના દિ એ બનેલી ત્રણેય કમનસીબ ધટનાઓ જુદા-જુદા સમયે સ્થળે બને છે. પ્રથમ ધટનામાં કમલની હત્યા સાડાબારના સમય ગાળા દરમ્યાન થાય છે. ઈન્દ્રનિલના કહેવા પ્રમાણે ,એ સમયે બે બિલાડા નજરે પડે છે. ત્યાર બાદ દોઢથી બે વાગ્યાના સમયગાળામાં બે દુર્ધટના બીજી ઘટે છે. ત્રણેય હૂમલા દરમ્યાન કમલ અને મલ્હાર ઠક્કરનુ શૈતાનો ઢીમ ઢાળી દે છે.. ઉત્કંઠા અને સુધા ઠક્કર સદનસિબે બચી જાય છે. બન્ને બિલાડા પરસ્પર જુદા પડી હત્યાઓ આરંભે છે એતો સમજ્યા.. પણ કુલદિપ મને એક વાત નથી સમજાતી. જો આવી આત્માઓ ધંમાડાના ગોટાઓમાં પરિવર્તિત થઈ ઉડી જતી હોય, તો પછી એમને બિલાડા સ્વરુપે ભાગવાની શી જરુર પડે.. અને નવાઈની વાત એ છે કે ભૂત-પિશાચના હૂમલામાં મરનારનો ચહેરો પણ પિશાચ જેવો થઈ ગયો હોય. એવુ આજતક બન્યુ નથી.