સફેદ કાજળ - 1

(57)
  • 5.3k
  • 9
  • 3.4k

આ એક સોચ આધારિત કહાની છે. દરેક ક્ષેત્રમાં એક સોચ કામ કરી રહી છે. પૈસા કમાવવાની લાલચ ઘર કરી ગઈ છે. ધર્મ અને ધર્મસ્થાનો પણ બાકાત નથી. એક સાચો, ધાર્મિક, નિર્દોષ જ્ઞાની ચિંતન ફસાય છે એક ધર્મસ્થાનમાં જ્યાં ધર્મની આડે કાળા નાણાની રમત રમાતી હોય છે. આખરે હતપ્રત થઈને ચિંતન આશ્રમ છોડી નાસી છુટે છે અને થાય છે એનાં મોતનો સોદો. રહસ્યની આડમાં ચિંતન મોતના મુખ માંથી બચી આશ્રમમાં પાછો ફરે છે એક અનેક સિદ્ધિઓ પામેલ તાંત્રિક દેવહર્ષ સાથે એ ખોટી સોચને માત કરવા. રહસ્યો ઉકેલાય છે અને રહસ્યો સર્જાય છે. મોઘમમાં સત્ય ક્યાંક કે ક્યાંક દબાય છે. લાલચ અને વચનો એ એવી રોટલીઓ છે જે કોઈનું પેટ ભરી ના શકે. સાચી સમજણ આપનાર હોય તો પુરુષાર્થ એક ઇતિહાસ ઘડે છે. આખરે એ સોચનો માલિક સાચી સમજણથી ધર્મ અને સત્યની સામે નતમસ્તક થાય છે. સોચ સફેદ કાજળ જેવી હોય મીનમેખ વગરની.