સજા - “સજા”

  • 3.1k
  • 3
  • 1.1k

“સજા” ધોમધખતો તાપ અને આખી ઑફિસ જાણે ગરમીના તાપે બેહાલ. સરકારી ઓફિસના મોટા મોટા ઓરડાઓમાં મોટા મોટા પંખાઓનો મોટો મોટો કિચૂડ કિચૂડ અવાજ જાણે પોકારી પોકારીને કશુંક કહેવા ના માંગતો હોય! એ અવાજ સિવાય ત્યાં અવાજ કહેવાય એવું બીજું કશું જ નહોતું. એકદમ નીરવ નહીં પણ જાણે ભયંકર શાંતિ જણાતી હતી. ફાઈલોમાંથી માથાં ઊંચકાતા, આમતેમ નજર દોડાવતાં ને પાછા ફાઇલમાં ઘૂસી જતાં. પેલો કાનન પણ આજે ચૂપ.....”સાલો કેવી લુચ્ચી નજરે જોઈ રહે છે.” મૃદુલા પરસેવો લૂછતાં લૂછતાં બબડી, “ક્યારની તરસ લાગી છે ને આ પટાવાળાય.....! મૃદુલાએ આમતેમ જોયું ત્યાં તો એક વૃદ્ધ સામેની ખુરશીમાં આવીને ગોઠવાઈ ગયો.એ પાણી પીવા