માયા...

(14)
  • 2.8k
  • 2
  • 523

માયા તરૂલતા મહેતા ગામના તળાવે જતો ખાડાટેકરાવાળો એ રસ્તો ઉનાળાની બપોરે સાવ સૂનો પણ મનેવ્હાલો, હમણાં કોઈ ચૂપકેથી આવી મારી ઓઢણીને અડપલાં કરશે! મારી છાતીમાં અળસિયાં ફરતાં ફોય તેમ લી ..સ્સી .. સળવળ થયા કરે છે. આંબલી,કોઠાના ઝાડની છાયાઓ ધરતી પર રમતી હતી. હું ઝાડના રમતા પડછાયા સંગ નાચતી ધૂળિયા રસ્તે મસ્તીમાં હે મારે ગામ એકવાર આવજો .. આવજો લલકારતી દુલહનની પાલખીને મારી નજરો ખેંચી આવતી જોયા કરું છું . દૂર આંબાવાડિયામાંથી કોયલોના ટહુકા શરણાઈના સૂર બની મારા સાથીના એંધાણ આપે છે. સોળ વર્ષના ખટમઘુરાં સપનાને કબૂતરની પાંખ આવી છે. કબૂતરના ગળે ચિઠ્ઠી લટકાવી કે એ જા ઊડ મારે પિયાને દેશ।. સૂકાયેલા ઘાસના તણખલા વચ્ચે ઉગેલા હાથિયા થોરના કાંટામાં મારી ચૂંદડી ભરાયાનો વહેમ જાય છે.હું ચૂંદડી કાઢું ત્યાં આંગળીમાં લોહીની ટશરો ફૂટી.હું રોતા રોતા હસી પડી. મને કોઈ બોલાવતું હતું: તારી આંગળીમાં કાંટા વાગ્યાનું દુઃખતું નથી