કોણ સજા કરશે અને કોને!

  • 1.8k
  • 2
  • 561

પરિક્ષાનાં પેપર તપાસતી અર્ચનાનાં કાને ટેલિવિઝન પરથી પ્રસારિત થતા સમાચારનાં શબ્દો પડ્યાં અને તે સહેમી ગઈ. દૂર પડેલું રીમોટ કંટ્રોલ ઉઠાવી ટી.વી બંધ કરવું હતું પરંતુ જાણે શરીરમાં પ્રાણ જ ન હોય તેમ સ્થિર થઈ ગઈ છતાં હૃદયનાં ધબકારાં હજારો માઈલની સ્પીડે દોડવા લાગ્યા! દિલ્હીમાં છાત્રા પર થયેલા ગેંગ રેઈપની ખબર સંભળી સાંસદમાં જયા બચ્ચનથી લઈ બધી સાંસદ સ્ત્રીઓ હલી ઉઠી હતી! પહેલા આખું દિલ્હી પછી કેટલાક શહેરો અને હવે તો આખું ઈન્ડીયા ખળભળી ઉઠ્યું. ટોળાંને ટોળાં સખતમાં સખત સજાની બૂમો પાડે છે. એની બૂમો કેમ કોઈએ ન સાંભળી? કે પછી તે બૂમો પાડી જ શકી ન્હોતી? કે પછી