વાતો નાનકડા મલકની - ભાગોળની ભિક્ષા (લઘુકથા)

  • 1.8k
  • 3
  • 519

સવારથી જ ધખીને ધરણીને ધખાવી રહેલો સુરજ હવે આથમણી કોરની ક્ષિતિજ ભણી જાવા માંડ્યો હતો. એના અસ્તાચળ સમયના આગ ઓકતા તેજોમય કિરણો જાણે ધરતીને હજી ધખાવવા જ માંગતા હતાં પણ કુદરતના કાયદાને માન આપીને ધીરે-ધીરે ઓસરવા માંડ્યાં હતાં. એકાદ ખોળંગાતી ગાયને બાદ કરતાં લગભગ ગોધણ ગોંદરે પહોંચી ચુક્યું હતું. અધૂરીયાં જીવના અમુક આદમીઓ આજે મારી ઓળકીને બરોબર ધરવી નથી એવું ગાયના પેટમાં પડેલો વાંભ એકનો ખાડો જોઇને ગોવાળને કહેતાં હતાં.એ વખતે ભાગોળને સ્પર્શતા છેલ્લા ઘરને બારણે અહાલેકની હાંકલ મારીને થોડી વાટ જોવા છતાં કોઇ બહાર ન ડોકાતા એક બાવાએ આથમણી દિશા પકડી અને ગામની બહાર આવી ગયો. ઘેઘૂર લીમડાંની હેઠે