આપણુ સુર્યમંડળ

  • 6.3k
  • 8
  • 915

આપણુ સુર્યમંડળ સુર્ય અને તેની આસપાસ ફરતા આઠ ગ્રહો, તે ગ્રહોના ઉપગ્રહો, લઘુગ્રહો અને ધૂમકેતુઓનો બનેલો આખો સંસાર એટલે આપણું સુર્યમંડળ. આ સંસાર આપણી સાપેક્ષ તો ખુબ મોટો છે પણ આ વિશાળ બ્રહ્માંડની સાપેક્ષ અત્યંત નાનો છે. આપણા સુર્યમંડળનો જન્મ કેવી રીતે થયો એ સમજવા સૌપ્રથમ આપણા બ્રહ્માંડનો જન્મ સમજીએ. આજથી ૧૪ અબજ વર્ષ (14×109 વર્ષ) પહેલાની વાત છે. જ્યારે સ્થળ (space) અને સમય (time) નું અસ્તિત્વ ન હતું ત્યારે એક કોસ્મીક ઇંડુ મોજુદ હતું. અત્યારના હયાત બ્રહ્માંડનો તમામ પદાર્થ ઉર્જા સ્વરૂપે એ સાવ નાનકડા કોસ્મીક ઇંડામાં ભરેલો હતો. આ કોસ્મીક ઇંડુ ક્યાં હતું અને ક્યારે હતું