અનામિકા

(28)
  • 3.1k
  • 5
  • 997

"એનું નામ આ ઘરમાં લેવાયું તો મારું મરેલું મોઢું જોશે બધા."એક ફરમાન જારી થયું ને બધા અવાક. સતીષભાઈ જ્યારે પણ અનામિકાનું ઘરમાં નામ આવતું જમતા નહિ, ને એ ન જમે એટલે આખું ઘર પણ જમવાનું ટાળતું. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. અહીં તો બધાએ એક દીકરીના નામનું નાહીં લીધું હતું. અનામિકા એટલે સતિષભાઈ નો જમણો હાથ. પંદર માણસોના કુટુંબમાં અનામિકા બીજી પેઢીની સૌથી મોટી આદર્શ. કોઈ પણ છોકરા છોકરીને અનામિકાનો જ દાખલો અપાય કે દીદીને જુઓ તેની પાસેથી કાંઈક શીખો. ને આદર્શ પણ એમનમ નહતી બની ગઈ. એ અનુસરવા યોગ્ય પણ હતી જ.સતિષભાઈના ચાર ભાઈઓમાં સતિષભાઈ બધાથી મોટા, સંયુક્ત