સ્ટ્રીંગ થિયરી

  • 4.5k
  • 5
  • 897

શું છે આ સ્ટ્રીંગ થિયરી? ભૌતિકવિજ્ઞાનના વિકાસની દિશા ઇ.સ.૧૯૦૦ સુધી કંઇક અલગ હતી પરંતુ ઇ.સ.૧૯૦૦ પછી ભૌતિકવિજ્ઞાનનો વિકાસ પહેલાં કરતાં અલગ પાટે થયો. ઇ.સ.૧૯૦૦ સુધી જે ભૌતિકવિજ્ઞાન વિકસ્યું એને classical physics અથવા Newtonian physics એવું નામ આપવામાં આવ્યું. એમાં દુનિયાની તમામ ભૌતિક વસ્તુઓની ગતિ અને બળને લગતા નિયમો હતાં. ‘ભૌતિક વિજ્ઞાન’ (ભૌતિક વસ્તુઓનું વિજ્ઞાન) એવું ગુજરાતી નામ એમાં સાર્થક બનતું હતું. પરંતુ ઇ.સ.૧૯૦૦ પછી પદાર્થની અંદરના અણુઓ, પરમાણુઓ અને સૂક્ષ્મતમ કણોનો પત્તો લાગ્યો એટલે સૂક્ષ્મ સ્તર પર જાણે પ્રકૃતિએ એની વર્તણૂક જ બદલી નાંખી. મોટા સ્કેલ (macro scale) પર ગતિ અને બળના નિયમો well defined (સુવ્યાખ્યાયિત) હતાં. એમાં જરા