અજ્ઞાત સંબંધ - ૨૭

(134)
  • 5.4k
  • 7
  • 2k

“વાહ ડેની ! આજે હું તારા પર ખૂબ ખુશ થયો છું. એ ખજાનાના વીસ ટકા તારા...” સામેથી બખ્તાવરનો અવાજ આવ્યો. “પણ ભાઈ, ત્યાં શેતાની આત્મા છે...” ડેની માંડ તેના ગળાનું થુંક નીચે ઉતારતાં બોલ્યો. “અરે, આ આત્મા-બાત્મા કિતાબો અને ફિલ્મોમાં સારાં લાગે. અસલ જીવનમાં નહિ, બેવકૂફ. હા... હા... હા...” બખ્તાવર જોરથી હસી પડ્યો. “હું સાચું કહું છું. થોડા મહિનાઓ પહેલાં મેં ચાર મજૂરોને એક કબર ખોદવા મોકલ્યા હતા જેથી એ નકશો મેળવી શકાય. એ ચારેયને એટલું બદતર મોત મળ્યું છે કે કહી ના શકું. ગામવાળાઓનું કહેવું છે કે આ કામ એ જ શેતાની શક્તિનું છે.” ડેનીએ ગભરાઈને કહ્યું.