મોનિકા ૧

(183)
  • 20.8k
  • 11
  • 13k

અવિનાશે મોનિકા માટે હજુ જવાબ આપ્યો ન હતો. બળવંતભાઇ ઉતાવળ કરતા હતા. એક સારી જગ્યા જવાની તેમને ચિંતા હતી. બે દિવસ રાહ જોઇને તેમણે અવિનાશને કહી દીધું: આજે મારે જવાબ જોઇશે. આખરે અવિનાશે પોતાના દિલની વાત કહી દીધી: મને તો મોનિકા પસંદ આવી છે. રેવાન, તારું શું કહેવું છે ત્યાં બળવંતભાઇ બોલી ઉઠ્યા: એને શું વાંધો હોય. લગન તારે કરવાના છે. પપ્પા, એનો અભિપ્રાય પણ જરૂરી છે. હું પત્ની પસંદ કરું છું તો એણે ભાભી પણ પસંદ કરવાની છે. અવિનાશ રેવાનના અભિપ્રાયને મહત્વ આપતો હતો. તમને છોકરી ગમી છે તો હા પાડી દો. હું હજી ભાભી તરીકે તેમની કલ્પના કરી શક્યો નથી. હું તમારી જોડે તમારા માટે છોકરી જોવા આવ્યો હતો. ભાભી જોવા નહીં! રેવાને મજાક કરતાં પોતાનો અભિપ્રાય આપી દીધો.