ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 27

(19)
  • 2.6k
  • 3
  • 675

જ્યારે એ પિરામીડ જેવી અગ્નિ હવામાં ઘણી ઉંચાઈએ પહોંચી ગઈ ત્યારે તેની જ્વાળાએ સમગ્ર ફ્લોરિડામાં અજવાળું પાથરી દીધું હતું એક સમય તો એવો આવ્યો જ્યારે મોટાભાગના વિસ્તારમાં દિવસે રાત્રીનું સ્થાન લઇ લીધું હોય એવું લાગી રહ્યું હતું. આ છત્રી જેવી જ્વાળા દરિયામાં સો માઈલ દૂરથી દેખાઈ શકતી હતી અને એકથી વધુ જહાજના કેપ્ટને આ રાક્ષસી ઉલ્કાની નોંધણી પોતાની લોગબુકમાં કરી હતી.