મખમલી સુખશય્યા બની કંટકશય્યા!

(37)
  • 2.2k
  • 4
  • 648

કાળી કાજળશી રાત્રિ જામી છે. શહેરની શેરીઓ નિદ્રા લઈ રહી છે. શેરીઓના ખોળે શ્વાન પણ નિદ્રાધીન છે. એક ગલીનાં ઘરોની બંને હરોળથી અલિપ્ત એવા છેડાના બંગલા સમા એક મકાનના શયનખંડમાંની મખમલી સુખશય્યામાં એક મુલાયમ નારીજીવ તરફડિયાં ખાય છે, કેમ કે નિંદર તેની વેરણ થઈ ગઈ છે. એ કમળા છે, સેન્ટ્રલ એક્સાઈઝમાં નોકરી બજાવતા ગોવર્ધનની અર્ધાંગના. આજે તો તે એક અન્ય અર્થમાં પણ અર્ધાંગના જ છે, કેમ કે ગોવર્ધન નોકરીની ટુર ઉપર હોઈ તે પ્રોષિતભર્તુકા છે! ટાવરે અગિયારના ટકોરા પાડ્યા ત્યાં સુધી તો તે ઓરડાઓમાં આંટા મારતી જ રહે છે. તે ઊંઘવા માટે પથારીમાં કરવટો બદલ્યે જતી અનેકવાર લાઈટ ચાલુબંધ કરે છે, પણ તેની સઘળી કોશીશો મિથ્યા પુરવાર થાય છે. તેના જીવને ચેન નથી, જાણે કે પથારીમાં શૂળો ભોંકાઈ ન રહી હોય! કમળાની બેચેની એ ગોવર્ધનના વિરહની નિપજ નથી, પણ કેટલાક દિવસથી તેના મનમાં ઘર કરી ગએલી તેની મેલી મુરાદને પાર પાડવાનો આ તો એક તલસાટ છે. આજનો જોગસંજોગ એ …