ભીંડાની ભાવે એવી વાનગીઓ

(62)
  • 5k
  • 7
  • 1.1k

શાકભાજીમાં ભીંડાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે બારેમાસ મળે છે. ભીંડા અનેક લોકોનું પ્રિય શાક છે. તેને માત્ર શાક તરીકે જ નહિ, પરંતુ ઔષધ ગણીને પણ આહારમાં લઇ શકાય છે. ભીંડાની ખરીદી કરતી વખતે તેના પાછળના ભાગને હાથથી થોડો તોડીને જોઈ લેવો. આસાનીથી તૂટી જાય તો ભીંડા કુમળા ગણાય છે. જે ખરીદવા યોગ્ય છે. ભીંડા ખરીદતી વખતે નાના અને ઘેરા લીલા રંગના પસંદ કરો. તે ચીકણા હોવાથી અમુક લોકોને નથી ભાવતા. પરંતુ અમે એવી વાનગીઓ શોધીને લાવ્યા છે કે એ અપ્રિય હશે તો ભાવતા બની જશે. અને જો તમે તેના ઔષધિય ગુણ જાણશો તો તો તે જરૂર તમને વધુ ભાવવા લાગશે.ભીંડાને પસંદ ના કરનારા પણ અહીં રજૂ કરેલી વાનગીઓ એક વખત ચાખ્યા પછી તેને સામેથી માંગીને ખાતા થઇ જશે.