આઘાત

(37)
  • 2.5k
  • 3
  • 606

c સીમાના થાકેલા શરીર પર ગરમ પાણીના શાવરથી એને એવું ગમતું હતું કે જાણે બેડ પર સૂતેલો સઁજય ચોરપગલે આવી હળવે હળવે એના પહોળા પંજાથી સીમાની પીઠને મસળી રહ્યો હોય! એ એવી જ મંત્રમુગ્ધ અવસ્થામાં નહાતી રહી .પણ એની આશા ઠગારી નીકળી. ના તો સંજયના પગલાં જોયા કે હાય હની ,હલ્લો સીમી.. સિમ્મી સિમ્મી નો લ્હેકો સંભળાયો . એણે રિસામણી ખીજમાં બૂમ પાડી : ડોક્ટર સાહેબ પાર્ટીમાં વિસ્કીના પેગ પર કાપ રાખવો તો ને દિવસે દર્દીઓને સલાહ આપો કે નો મોર ધેન ટૂ .. અરે બાબા હું ક્યાં રોજ પીઉં છું કોક વાર પાર્ટીમાં રિલેક્સ થાઉં .. બે હાથ જોડ્યા બસ. હવે તો પાસે આવ. શાવરમાંથી સાબુ -શેમ્પુની મદહોશ કરે તેવી મસ્ત સુગંધ આવે છે, તડપાવ નહીં .. સીમાએ ભીના વાળ પર ટોવેલ વીંટાળ્યો સફેદ રોબ પહેરી ચત્તાપાટ સૂતેલા સંજયની છાતી પર માથું મૂકી એને બાહુપાશમાં લીધો . ઉપરના બેડરુમમાથી કોલેજ જવા નીચે આવેલી નિકીએ મમ્મીના બેડરૂમનું બારણું ખૂલ્લું જોઈ ડોકિયું કર્યું . એ માથે વીજળી પડી હોય તેમ ચોંકી ઊઠી ! લગભગ નગ્ન હાલતમાં ,ભીના શરીરે મમ્મી ખાલી બેડ પર આળોટી સંજુ ,સંજય ઊઠ કહેતી ડેડીને બાથમાં લઈ જાણે ચુંબનો કરતી હોય તેમ હોઠને દબાવતી પુચકારા બોલાવતી હતી. નિકીના પગ ધ્રૂજી ગયા ,શરીરમાં બર્ફીલી હવાનું લખલખું આવી ગયું , તે મમ્મીને સમજી શકી નહિ .