અધુરા અરમાનો ૧૬

(28)
  • 3.5k
  • 4
  • 1.2k

બકા, સેજલ! તું હજું નાદાન છે. જગતની તને ખબર નથી. અરે, આ સમાજ આગળ, આ લોકો આગળ તો સરકાર નામના વટવૃક્ષનું પાંદડુંયે નથી હાલતું! સરકાર તો ક્યાંય કોઈ ભોરીંગના દરમાં માથુ ઘાલીને ઊંઘતી હશે ને આ દુનિયા!! આ દુનિયા, આ સમાજ, આ લોકો નિર્દયોના કત્લ કરીને હતા ન હતા કરી દેશે! અને સાંભળ આ જમાના વિશે:આજનો જમાનો કેટલો કાતિલ તથા બેરહેમ છે એ તો સવારે ઊઠતાં જ છાપું વાંચીએ ત્યારે ખબર પડે! પ્રેમ અને પ્રેમના બંધનો સ્વિકારીને પ્રેમલગ્ન કરનારની કેવી હાલત કરે છે આ જમાનો! પ્રેમ અને પ્રેમલગ્ન કરનારને આખરે તો મંઝીલના નામે બદનામી અને બરબાદી જ મળે છે. કેટલાંક જગતના જખ્મોથી સ્વહત્યા કરી બેસે છે તો વળી કેટલાંકને બિચારાને ભૂંડી રીતે રહેંસી નાખવામાં આવે છે. અરે સગો બાપ પોતાની પ્રેમલગ્ન કરનારી એકનીએક દીકરીનું કત્લ કરતા અચકાતો નથી! અને આવા ગોઝારા કુસમાચાર જ્યારે છાપાઓના પાને પાને વાંચુ છુ કે ટીવીના પડદે જોઉં-સાંભળું છું ત્યારે મારૂ હૈયું દ્રવી ઉઠે છે. રોમ - રોમ કકળી ઊઠે છે. અને એ વખતે મન બબડી ઊઠે છે કે અરરર! રામ બિચારા પ્રેમીઓની આવી દશા માણસ કેટલો નિષ્ઠુર અને નિર્દયી બની ગયો છે એના જીવતા જાગતા ઉદાહરણ સવાર પડે ને છાપાઓના પાને પાને ચળકી ઊઠે છે.