મોડસ ઓપરેન્ડી

(23)
  • 2.3k
  • 2
  • 370

ગ્રેટર મુંબઈ હોટલ એસોસિએશનની વાર્ષિક સભામાં એજન્ડા મુજબની લગભગ સઘળી કાર્યવાહી પૂર્ણ થયા પછી છેલ્લે ‘પ્રમુખશ્રીની મંજૂરીથી જે કંઈ રજૂ થાય તે’ મુદ્દા હેઠળ એક નાના કદની ઝીરો નો-સ્ટાર (બિન તારક) હોટલના માલિક અબ્દુલ્લા પટેલે સ્પીચ ટેબલે આવીને તેમના અણઘડ અને દેશી શબ્દોમાં પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. તેના સારરૂપ શબ્દો આ પ્રમાણે હતા : “પ્રમુખશ્રી કડાઈવાલા સાહેબ, સભાસદ ભાઈઓ અને બહેનો, મને સ્ટાર હોટલવાળા શેઠિયાઓ કે તેમના મેનેજરો જેવું ભાષણ આપતાં આવડશે નહિ અને એવું કોઈ લાંબુંપહોળું મારે કંઈ કહેવાનું પણ નથી. અહીં હું અમારો સાતેક વર્ષો પહેલાંનો એક ઠગ ગ્રાહક સાથેનો કડવો અનુભવ કહેવા માગું છું કે જેથી તે અથવા તેના જેવો અન્ય કોઈ ગ્રાહક તમારી હોટલમાં આવી ચઢે, તો તેની છેતરપિંડીથી તમે બચી શકો. અમારા કાઉન્ટર ઉપરના કેશિયર અને પેલા ગ્રાહક વચ્ચે આ મુજબ રકઝક થઈ હતી : ‘અરે શેઠ સાહેબ, જૂઓ બરાબર જૂઓ તમારો ગલ્લો ચકાસી જૂઓ, મેં સોની નોટ આપી છે.’ ‘એ ભાઈ, આ ગલ્લા ઉપર …