અંધારી રાતના ઓછાયા-12

(62)
  • 4.9k
  • 4
  • 1.7k

મોહનનો પંજો ફર્શ પર પટકાયો, કે તરત જ પાછળથી મિન્નીએ જોરથી પ્રહાર કર્યો. અને એક સામટું બધા જ જખમોનું વેર વાળી લીધું. તેણે ધાર્યું નિશાન પાર પાડ્યું હતું. મોહનની આંખ ફૂટી ગઈ હતી. એક આંખ લોહીથી પુરાઈ ગઈ. જ્યારે બીજી આંખ બહાર આવી ગઈ હતી. બિલાડાના મુખ પર પડેલા ડૉક્ટરના ખૂન સાથે એની આંખનું લોહી ભળી ગયું.