માટીની મહેંક

  • 4.4k
  • 2
  • 1.1k

માટીની મહેંક ભારતના નકશામાં ગુજરાતના ચરોતર વિસ્તારમાં આવેલું તેના હાર્દ સમું લીલુંછમ નગર નડિયાદ જૂના જમાનાનું નટપુર એ જ મારી માનો ખોળો . આજે અન્ય શહેરોની જેમ ભીડભાડ ,વાહનો અને ફેકટરીઓથી મેલો થયો હોય તો ય મને વ્હાલો। ચરોતરી બોલીની ખરબચડી મીઠાશ ચાં થી આયા છો બેહો ,પોણી પીશો કે સાંભળો કે નાગરોની શુદ્ધ મધમીઠી વાણી કાનને રંજીત કરે. લીબુંની વાડીઓ ,ઘઉં,બાજરી અને તમાકુના ખેતરોથી લહેરાતા નડિયાદ ગામની શેઢી નદીના છીછરાં પાણીમાં અમે છબછબિયાં કરતાં , ગોરાડુ સોનવર્ણી માટીમાં પડતાં -તોફાન કરતાં . અમને ગામની નદીએ વાર તહેવારે બા સાથે જવાનો લહાવો મળતો . નદીની એ લિસ્સી માટીની સોંઘી મહેંક આજે પણ તરોતાજા છે .કોલેજમાં ગયા પછી સાઇકલ લઈ પૂ.મોટાના હરિઓમ આશ્રમમાં અને નદીએ ફરવાં ઊપડી જતાં .