અધુરા અરમાનો ૧૫

(30)
  • 2.8k
  • 3
  • 891

આઇ લવ યુ માય જાન! કહીને સૂરજે અટ્ટહહાસ્ય વેર્યું. જેનાથી સેજલના માયુસ વદન પર ખુશીઓના ઘોડાપૂર દોડી આવ્યા. હળવેકથી પીઠ પાછળથી હાથ આગળ લાવીને એણે સેજલની આંખો સામે ડાળી સમેત ગુલાબ ધરી દીધું! એ સૂરજની પ્રેમાળ આંખો સામે તાકી જ રહી. એની આંખોમાંથી છલકતા પ્રેમના જામને સૂરજ ખોબે-ખોબે પી રહ્યો. એણે સૂરજને મીઠ્ઠું ચુંબન આપી દીધું. સેજલ, મારા પ્રત્યે કુશંકા સેવીસ નહી. અત્યારે હું એ જ સૂરજ છે જેને બે વરસથી તુ ચાહતી આવી છે. તારે મારો અસહ્ય ઇન્તજાર કરવો પડ્યો એ બદલ દુ:ખી થઈને તારી માફી માગુ છુ. રસ્તામાં જરાક..... અરે, ગમે તે થયું હોય તોય શું સુરજ, અડધો કલાક તો શું પરંતું દસ જનમ, અરે, ભવોભવ તારી રાહ જોવી પડે ને તોય હું ધડકતા હૈયે તારી રાહ જોઈશ! હા, મારા સુરજની જ રાહ જોતી બેસી રહીશ! અને ફરી તે સૂરજ ને ભેટી પડી.