આરતી...

(20)
  • 2.1k
  • 1
  • 574

પોતાનું માણસનું સ્વજન કયા સંજોગોમાં વિદાય લેશે, એની કોઈને ખબર હોતી નથી. કોઈ એના સ્વજનના અંતકાળે ભગવાનનું નામ લેવાનું નામ કહે, પરંતુ સ્વજનને પીડા થતી હોય તો નામ નથી લઈ શકતા. માણસ ભગવાનનું નામ લેતાં લેતાં આ જગતમાંથી વિદાય થાય, એના અવું મૃત્યુ એકેય નહિ, પરંતુ એવું મૃત્યુ દરેકને મળતું નથી. એવું પણ બને કે, જીવનભર પૂજાપાઠ કરનારને એવું મૃત્યુ ન મળે અને જીવનમાં બહુ પૂજાપાઠ ન કર્યા હોય એને એવું મૃત્યુ મળે. આ વાર્તામાં આવું જ બને છે. એક મા એના દીકરા પાસેથી રજા લઈને ભગવાનનું નામ લેતાં લેતાં પોતાનો દેહ છોડે છે. જેની માતાએ આવી રીતે વિદાય લીધી હોય એ દીકરાને તો માતાના મૃત્યુનો અફસોસ થવો જ ન જોઈએ, પરંતુ દીકરાને અફસોસ થાય છે. શા માટે થાય છે, એ આ વાર્તામાં જણાવ્યું છે. રાજીખુશીથી મૃત્યુને આવકારવાની સમજ અને શક્તિ કોઈ કોઈમાં હોય છે. આવી જ વાત આ વાર્તામાં કહેવાનો મારો આશય છે. એક જુદા જ વિષય પરની આ વાર્તા વાચકોને ગમશે એવી આશા છે. -યશવંત ઠક્કર