જો આ હેરત પમાડતા સમાચાર તાર દ્વારા આવવાના બદલે પોસ્ટ દ્વારા એક સામાન્ય સીલ ધરાવતા પરબીડીયામાં સાદી રીતે આવ્યા હોત તો બાર્બીકેને એક પળની પણ રાહ જોઈ ન હોત. તેમણે પોતાની જીભને ડહાપણ અને પોતાનો નિર્ણય ન બદલવાના પગલાં તરીકે સીવી લીધી હોત. આ ટેલીગ્રામ કદાચ કોઈ મજાક તરીકે, ખાસકરીને એક ફ્રેન્ચમેન તરફથી કરવામાં આવી હોય એવું બને. કોઇપણ મનુષ્યે આ પ્રકારની મુસાફરીની કલ્પના પણ કેવી રીતે કરી હોઈ શકે જો એવું હોય તો તેને ગાંડાઓના વોર્ડમાં પૂરી દેવો જોઈએ નહીં કે શસ્ત્રની દિવાલોમાં.