ભારતની ભૂમિ પ્રાચીન સમયથી દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે, અહીની ભૌગોલિક સ્થિતિ, સાંસ્કૃતિક પરંપરા અને ખજાનાથી આકર્ષાઈને અહીની ભૂમિ પર આધિપત્ય મેળવવા માટે મુગલ, બ્રિટિશ, અફઘાની, રૂહેલા, ઈરાની, તૂરાની દ્વારા હુમલા કરવામાં આવ્યા છે અને લૂંટ કરવામાં આવી છે. અહી ધર્મ યુદ્ધ ખેલાયેલા છે, છતાં હજુ સનાતન સંસ્કૃતિ અડીખમ ઊભી છે અને બેફામ લૂંટ છતાં સોના- ચાંદી – ઝવેરાત જેવો ખજાનો વિપુલ પ્રમાણમાં પડેલો છે એ નવાઈની વાત છે. “અનટોલ્ડ વોર” ના વિષયમાં ઈતિહાસમાં અફઘાની દ્વારા ભારત પર કરવામાં આવેલા હુમલાનું પાનું ખોલવાનો પ્રયાસ કર્યો છે. 1748ના સમય દરમિયાન અહેમદ શાહ અબ્દાલી અફઘાની ધ્વારા દિલ્લી પર શાસન કરવા છેડવામાં આવેલ જંગ હારમાં પરીવર્તીત થવા જઇ રહેલો જ છે, એમાં “ભગવા સાથે અસ્ત્ર” શીર્ષક પ્રમાણે આખા યુદ્ધની દિશા બદલી દુશ્મનની છાવણીને પીછેહઠ કરવા મજબૂર કરી દે છે, એવા શસ્ત્ર ઉઠાવીને ની:સ્વાર્થ લડતા “અશ્ત્રધારી સન્યાસીઓની” ઓછી ચર્ચાયેલી સત્યઘટના રજૂ કરી છે.