એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 14

(118)
  • 6.9k
  • 8
  • 2.9k

‘સલોની... આવો. દીકરા... આ સુનું ઘર તમારી રાહ જુએ છે...’ બ્લુ બર્ડ મેન્શનના તોતિંગ મેઇન ગેટમાંથી અંદર પ્રવેશી ઊભી રહી ને ત્યાં જ નજરે ચઢ્યા પોર્ચમાં રાહ જોઇ રહેલા ગુરુનામ વિરવાની. દીકરાની વહુને વધાવવાના ઓરતાં હોય એવો હરખ આંખમાં લઇ ઊભા હતા. ‘બદરી... વહુ પહેલી વાર ઘરમાં પગલું માંડે છે... ખ્યાલ છે ને ’ ગુરુનામે સાથે ઊભેલા પોતાના વિશ્વાસુ બદરીનાથને કહ્યું. ‘જી, માલીક... તમામ તૈયારી થઇ ચૂકી છે.’ બદરીએ ઇશારો કર્યો અને ગુજરાતી ઢબે ગુલાબી જરીવાળી સાડી પહેરેલી પ્રૌઢા હાથમાં થાળી લઇને આગળ આવી.