અધુરા અરમાનો ૧૩

(32)
  • 3.9k
  • 5
  • 1.3k

સેજલ...! વચ્ચે જ સૂરજ બોલ્યો: જાણું છું કે જમાનાથી આપણે બાથ ભરી લઈશું. કિન્તુ જીંદગી વેદનાઓથી ભરેલો મહાસાગર છે. વળી, પ્રેમનો માર્ગ એ તો મોતનો માર્ગ છે, અને પ્રેમલગ્ન અને એય વળી આંતર્લગ્ન! આંતર્લગ્ન એ તો પ્રેમની ફાટફાટ થતી જવાનીનો કરુણમય અંત છે. પ્રેમપંથની આવી વિપદાઓ તો સહન કરી લઇશું પરંતુ પ્રેમલગ્નરૂપી ખાંડાની ધાર પર આપણા કોમળ તન ચિરાઈ જશે. ફરીવાર કહું છું કે આપણે હજું નાદાન છીએ. જિંદગીના જખ્મોને આપણાથી સહન નહીં થાય. હજુ તો આપણે પરિપક્વ બનવાની જરૂર છે. આપણા પ્રેમના પીપળાને ઘેઘૂર કબીરવડના સ્વરૂપમાં ફેરવવાનો છે. સમાજના રીતિરિવાજો - બંધનોથી આપણે અજાણ છીએ. તું જ વિચાર કર કે તારો સમાજ અને મારો સમાજ શું અત્યારે આવી પરિસ્થિતિમાં ભેગા થઈને જીવવા દેશે હજું તો આપણે પેટીયુ રળવાનેય સ્વતંત્ર નથી થયા. અને કદાચ જો અત્યારે લગ્ન કરી લઇશું તો અતીતમાં જેમ જુદાઈની ક્ષણિક આગમાં સળગતા હતાં એના કરતાયે ભયંકર ભીષ્ણ તાપમાં શેકાવું પડશે! આપણા કોમળ કાળજાથી આ બધું સહન નહીં થાય. એના કરતા તો તું ધીરજ રાખ. સમયને આવવા દે.!