આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય ખાડે ગયું છે

  • 3.7k
  • 4
  • 979

વ્યક્તિગત સ્વાર્થ સમાજ અને દેશના ચારિત્ર્યને બટ્ટો લગાડે છે. જેના મનમાં ભૌતિકતાની તૃષ્ણા જાગે છે એને સારાનરસાનું ભાન નથી રહેતું. આજે આપણે જાઈએ છીએ કે સામાન્ય પટાવાળાથી લઈ ટોપ પર બેસેલા સીઈઓ સુધીના લોકો અનીતિથી કૌભાંડો આચરી પૈસો એકઠો કરવામાં લાગ્યા છે. નીતિ-ફીતિની વાતો છોડો અનીતિ એ જ ધર્મ બની ગયું છે. એવું કોઈ સરકારી ખાતું નહી હોય જયાં લાંચરૂશ્વત લેવાતી નહિ હોય, જયાં કૌભાંડો થતા નહીં હોય. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. હદ તો એ છે કે દવાઓમાં પણ ભેળસેળ કરી વેચવામાં આવે છે. તો પછી મકાનો અને રસ્તાઓ બનાવવામાં કે પુલો બનાવવામાં ઓછી ગુણવત્તાનું માલ સામાન વાપરવામાં આવે એમાં શું નવાઈ