એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 12

(115)
  • 6.6k
  • 5
  • 2.7k

એરપોર્ટથી ઘરે જવા નીકળેલી સલોનીના દિલમાં ચચરાટ શમવાનું નામ નહોતું લેતો. મહિનાઓ સુંદર-સ્વચ્છ દેશમાં ગાળ્યા પછી મુંબઇ એરપોર્ટ પર ઊતરતાં તો જાણે એવું પ્રતીત થયું કે ચહેરા પર કોઇ ગંદું કપડું ઘસી દીધું હોય. વાતાવરણમાં બાફ સાથે કોઇ આછેરી દૂર્ગંધ શામેલ હતી, જે કદાચ બહાર વિદેશમાં લાંબા વસવાટને કારણે જણાઇ રહી હતી. બાકી તો એ જ કોલાહલ.. એ જ ગંદકી... ક્યાં કઇ બદલાયું હતું અનીતા અને પરી સાથે રિસીવ કરવા આવેલી કારમાં સલોની ગોઠવાઇ તો ખરી, પણ મનમાં ઉદ્દભવેલા રંજનું કારણ પણ કદાચ આ કાર જ હતી ને !