અધુરા અરમાનો ૧૧

(39)
  • 3.2k
  • 3
  • 1.1k

શું છે આ કંઈ ન સમજાતા સૂરજે સવાલ કર્યો. ગિફ્ટ! એક જ સાથે એક જેવા શબ્દોમાં ઉત્તર રૂપે અવાજ નીકળ્યો. ગિફ્ટ!! કોના માટે અને શા માટે અચરજભેર સૂરજે બીજો સવાલ કર્યો. એને ફરી સામટો ઉત્તર મળ્યો: તારા માટે જ. પરંતું શા માટે એનો જવાબ અંદર મૂકેલો જ છે વાંચીને સમજી લેવો. કહીને બંને યુવતી કંઈક વિમાસણમાં ગરકાવ થઈને એકમેક તરફ શંકાની નજરે તાકી રહી. સૂરજ ઘડીક બંને યુવતીઓ તરફ તો વળી, ઘડીક ગિફ્ટ તરફ અવાક બની જોઈ રહ્યો. પળનીયે પરવા કર્યા વિના એણે ગિફ્ટ સ્વિકારવાનો ધરાર ઈન્કાર કર્યો. બંને યુવતી આંસું સારવા લાગી. બહું રકઝક બાદ સૂરજે એ સ્વિકારી. વોટ અ સરપ્રાઈઝ! હું મારી વહાલી સેજલ માટે કંઈક ગિફ્ટ લેવાનું વિચારી રહ્યો હતો ને મને જ ગિફ્ટ મળી ગઈ! વાહ! એ મનમાં જ બબડ્યો.