વેવિશાળ - 31

(105)
  • 10.2k
  • 2
  • 6.4k

“હો હમાલ!” શોફરે તે રાત્રીએ સેન્ટ્રલ સ્ટેશને ગાડી ઊભી રાખી બૂમ મારી. “હમાલની જરૂર નથી.” નાના શેઠે પોતાની બૅગ ખોલતાં ખોલતાં શોફરને અટકાવ્યો. શોફરને કશી સમજ પડી નહીં. ત્યાં તો બૅગ પાછી બંધ કરીને નાના શેઠ મોટરમાંથી બહાર નીકળ્યા. શોફરે એમના હાથમાં ટુવાલમાં લપેટેલાં ફક્ત બે જ ફાલતુ કપડાં દીઠાં. એ કાંઈ પ્રશ્ન કરે તે પહેલાં જ નાના શેઠે સૂચના આપી: “આ મારી બૅગ ને બિસ્તર પાછાં લઈ જા. પૂછે તો કહેજે કે જલદી પાછા આવવાનું છે એટલે વધુ સામાનની જરૂર નહોતી ધોતિયું-ટુવાલ બસ છે.”