વેવિશાળ - 25

(108)
  • 8.9k
  • 2
  • 5.4k

હૈયાને હાકલી રાખીને બેઠેલા એ વણિકની આંખો તે દિવસે કોઈની નહીં ને વાછડીની પાસે ઊના પાણીના ખાળિયા વહાવી રહી. એને સૂઝ ન પડી, કે આ બધું શું થઈ રહ્યું છે! આ પારકી બનેલી દીકરા-વહુને લઈને કયું વેર વાળવા મુંબઈના ધનવાનની વહુ આવી છે! મારા ચકલ્યાંના પીંખાયેલા માળાનો લાજમલાજો આ કોના હાથે લૂંટાઈ રહેલ છે? એવો મારો કયો અપરાધ થયો છે, એવાં તે મેં કયા ગરીબની લાજનાં લૂગડાં ખેંચ્યાં હશે કે આજ મારી આ આંતરિક અવદશા પૈસાદારની વહુ ને દીકરી જોવા આવેલ છે! આજ તો ક્યારની આ મારી જ દીકરા-વહુ હોત. આજ એ આવી રીતે બેઠી બેઠી ચૂલો કરતી હોત, મને ઊનો રોટલો પીરસીને રાજી થતી હોત, એને બદલે આજ એ બેઠી છે.